• રવિવાર, 28 જૂન, 2026

નીતિ આયોગના સી.ઈ.ઓ.એ લખપત તાલુકામાં બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા

દયાપર (તા. લખપત), તા. 27 : નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (એ.બી.પી.) અંતર્ગત સેન્ટ્રલ પ્રભારી અને સી.ઈ.ઓ. શેખ અમીનખાન (નિયામક માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દિલ્હી)થી કચ્છના લખપત અને રાપર વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલના માર્ગદર્શન હેઠળ લખપત તાલુકાના વિવિધ સરકારી વિભાગના વડાઓ સાથે બેઠક યોજી અધતન માહિતી મેળવી હતી. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ડી.સી. રાણાએ માહિતી આપતા કહ્યું હતું કે વિવિધ વિભાગો અંતર્ગત શિક્ષણ આરોગ્ય, રોડ રસ્તા અંતર્ગત મુદાઓની ચર્ચા થઈ હતી અને તેની માહિતી મોકલવા જણાવાયું હતું. આયોજન શાળાના ચેતનસિંહ ગોહિલ, સી.ડી.પી.ઓ. શિલ્પાબેન, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, ખેતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા મોર્ડન સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. નીતિ આયોગના સીઈઓ પોતાના ત્રણ દિવસના કચ્છના પ્રવાસ દરમિયાન એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત 39 મુખ્ય લક્ષ્યાંકોની પ્રગતિ કેટલી થઈ તેની ચકાસણી કરી અહેવાલ કેન્દ્રસ્તરે સુપ્રત કરવાના તેમની આ મુલાકાતથી સામાજિક આર્થિક વિકાસને વેગ મળવાનો છે. 

Panchang

dd