• રવિવાર, 28 જૂન, 2026

ગઢશીશામાં ગાંજા સાથે શખ્સને ઝડપતી પોલીસ

ભુજ, તા. 27 : માંડવી તાલુકાના ગઢશીશા ગામેથી માદક પદાર્થ ગાંજા સાથે શખ્સને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઈકાલે ગઢશીશા પોલીસને મળેલી બાતમીના આધારે ગામના રાતાતળાવ પાસેથી એક્ટિવા નં. જીજે-12-ડીડી-7479વાળી સાથે ઊભેલા દીપક દેવચંદ ઠક્કર (રહે. ઉમિયાનગર, ગઢશીશા)ને ઝડપી તેની તલાસી લેતાં તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 28.89 ગ્રામ કિં. રૂા. 1445 સાથે ઝડપી લીધો હતો. આરોપી દીપક પાસેથી પોલીસે એક્ટિવા કિં. રૂા. 15,000, એક મોબાઈલ કિં. રૂા. 5000, રોકડા રૂા. 1070 અને રૂા. 1445ના ગાંજો એમ કુલ રૂા. 22,515ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd