વિથોણ (તા. નખત્રાણા), તા. 27 : વિથોણ પંથકમાં
દારૂનું દૂષણ બેફામ બન્યું છે. લુખ્ખાઓ દારૂ ઢીંચીને બેફામ વાહનો પણ ચલાવે છે. આવાં
તત્ત્વોને કાયદાનો ખોફ રહ્યો નથી. બે દિવસ અગાઉ વિથોણમાં એક છોટા હાથી ચાલકે નશાની
હાલતમાં છોટા હાથીને એક કારખાનાંના ગેટ સાથે અથડાવીને ગેટ તોડીને ફરાર થઇ ગયો હતો અને
કારખાનાધારકે ખર્ચો માગતાં ધોકાથી હુમલો કર્યો હતો,
જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. કાયદાના ભય વગર માલની હેરાફેરી કરતા
ટેમ્પાની સાથે અમુક રિક્ષાચાલકો પણ નશો કરીને વાહન ચલાવે છે. આવાં તત્ત્વો સામે પોલીસ
કડક કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે. રાત્રે તો ઠીક હવે નસેડીઓ દિવસે પણ નિર્ભય બનીને
જાહેર માર્ગો ઉપર તમાશો કરીને લોકોમાં ભયનો
માહોલ ઊભો કરે છે, જેના ઉપર કાર્યવાહી જરૂરી હોવાનું લોકો માની
રહ્યા છે.