ભચાઉ, તા. 27 : કચ્છ જિલ્લા સોનાં-ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલભાઇ
સોનીની અધ્યક્ષતામાં તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર પાટડિયાનાં માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં
સોનાં-ચાંદીના ભાવમાં તોતિંગ વધારાને કારણે જ્વેલર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી છે, ત્યારે વ્યવસાયને કઇ રીતે સરળતાથી ચલાવવો તે
વિષયે સમજ અપાઇ હતી. જિલ્લા મંત્રી મહેશભાઇ અને પ્રોગ્રામ ડાયરેક્ટર દિનેશભાઇ,
એડવાઇઝર અમૃતભાઇ, તા.ના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશભાઇ,
પૂ. મંત્રી દિલીપભાઇ, કલ્પેશભાઇ, રાજેશભાઇ વગેરેએ ભાવતાલની બાબતે ચર્ચામાં ભાગ લેતાં સ્થાનિક ભચાઉ તાલુકાના
સોનાં-ચાંદી મહામંડળના ગ્રુપ નંબર પાંચમા દિનેશભાઇ, ત્રિભુવનભાઇ,
મહેશભાઇના સહકારથી ભાવ આપવા કન્વીનર તરીકે વરણી કરાઇ હતી. સ્થાનિક પ્રશ્નોમાં
ભૌતિકભાઇ, પ્રવીણભાઇ, કિશનભાઇ વગેરેએ ભાગ
લીધો હતો, તેનું નિરાકરણ કરતાં હીરાલાલભાઇએ જણાવ્યું હતું કે,
સોનાં-ચાંદીના વેપાર કરતા રિટેઈલ વેપારીઓ વેપાર કરવા જેટલો રસ લે છે.
તે સાથે માલ કોઇ સરકાવી ન જાય તેની તકેદારી રાખવી પણ આવશ્યક છે. સંચાલન રવિલાલભાઇ પાટડિયા
તથા આભારવિધિ ધર્મેન્દ્રભાઇએ કરી હતી.