માંચેસ્ટર, તા. 26 : મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ વનમાં ઓસ્ટ્રેલિયા
સેમિ ફાઇનલમાં પહોંચી છે. બીજી ટીમ તરીકે ભારત અને દ. આફ્રિકા વચ્ચે તીવ્ર સ્પર્ધા
છે. બન્ને ટીમના 4-4 મેચના અંતે
એકસમાન 6-6 પોઇન્ટ છે. પોઇન્ટ ટેબલ પર
સારા રન રેટને લીધે ભારતીય મહિલા ટીમ બીજા અને આફ્રિકી ટીમ ત્રીજા સ્થાને છે. ભારતની
નેટ રન રેટ 2.268 અને આફ્રિકાની 0.734 છે. ગઇકાલે ભારતનો બાંગલાદેશ
સામે 19 દડા બાકી રહેતા પ વિકેટે વિજય
થયો હતો. જયારે દ. આફ્રિકા મહિલા ટીમે નેધરલેન્ડને 88 રને હાર આપી નેટ રેન રેટમાં સુધારો કર્યો છે. ભારતીય મહિલા ટીમે
સેમિ ફાઇનલની ટિકિટ બૂક કરવા માટે રવિવારે મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને હાર આપવી પડશે.
કારણ કે આફ્રિકાની છેલ્લી લીગ મેચ બાંગલાદેશ સામે છે. બાંગલા ટીમ સામે આફ્રિકા જીતની
પ્રબળ દાવેદાર છે. આ મેચ રવિવારે બપોરે 3-00 વાગ્યે રમાશે. જયારે ભારત-ઓસિ. મેચ રવિવારે સાજે 7-00 વાગ્યથી શરૂ થશે. આથી ભારતીય
મહિલા ટીમ પાસે ચિત્ર સ્પષ્ટ હશે.