નવી દિલ્હી, તા. 27 : કેન્દ્રીય
કૃષિ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરી પોતાના જ મંત્રાલયની એક યોજના હેઠળ રાજસ્થાનમાં કાકડીની
ખેતી માટે આશરે 99 લાખ રૂપિયાની
મોટી સબસિડી મેળવીને વિવાદમાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ સબસિડી જે સરકારી બોર્ડ દ્વારા મંજૂર કરવામાં
આવી છે, મંત્રી પોતે
જ તેના ઉપાધ્યક્ષ છે. આ વિગત બહાર આવ્યા પછી, પોતાના જ મંત્રાલયમાંથી
આ રીતે મોટો આર્થિક લાભ લેવા બદલ હિતોના ટકરાવ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અહેવાલ
અનુસાર, અજમેરના પીહ ગામમાં મંત્રી ભગીરથ ચૌધરીના ખેતરમાં લાગેલા
બોર્ડ પરથી આ ખુલાસો થયો છે. તેમને કૃષિ મંત્રાલયના રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (ગઇંઇ)ની
યોજના હેઠળ 16,592 ચોરસ
મીટરમાં કાકડીની ખેતી કરવા માટે 50 ટકા સબસિડી
તરીકે આશરે 99.60 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.99 કરોડ રૂપિયા છે, જેમાં મંત્રીનો હિસ્સો 49.8 લાખ છે અને બાકીના 1.49 કરોડની તેમણે ઇંઉBિઍ બેન્કમાંથી લોન લીધી હતી. મંત્રીએ 15 એપ્રિલ, 2025ના અરજી કર્યાના
માત્ર 14 દિવસમાં જ નિયમ મુજબનાં સ્થળ
નિરીક્ષણ વગર જ તેને મંજૂરી મળી ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2026માં આખરી મંજૂરી મળતાં જ 99 લાખથી વધુની સબસિડી સીધી તેમનાં
લોન ખાતાંમાં જમા થઈ ગઈ હતી.