• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

આદિપુરમાં કિશોરીની જાતીય સતામણી અંગે પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 10 : આદિપુરમાં એક કિશોરીનો વારંવાર પીછો કરી તેના ખરાબ ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપનારા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આદિપુર વોર્ડ-1-એ વિસ્તારમાં ત્રણેક મહિના પહેલાંથી ગઈકાલ સુધીમાં આ બનાવ બન્યો હતો. એક કિશોરી શાળાએ કે ટયુશન જાય ત્યારે આરોપી તેનો પીછો કરતો હતો અને ગાળાગાળી કરતો હતો તેમજ મોબાઈલ ઉપર તથા રૂબરૂમાં આવી બનાવના ફરિયાદીને પોતાની પાસે કિશોરીના ફોટા છે તે ખરાબ બનાવીને વાયરલ કરવાની ધમકી આપતો હતો તેમજ ભોગ બનનારની શેરીમાં દરરોજ આંટાફેરા કરતો હતો. કિશોરીની જાતીય સતામણી કરનારા આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તે હજુ હાથમાં આવ્યો નથી અને તે પણ કિશોર અવસ્થાવાળો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું તપાસકર્તા પી.એસ.આઈ. આર.સી. રામાનુજે જણાવ્યું હતું. 

Panchang

dd