• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ડી'લીડની ઓલરાઉન્ડ દેખાવથી નામીબિયા સામે નેધરલેન્ડનો 7 વિકેટે વિજય

નવી દિલ્હી, તા. 10 : ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ એના આજની પહેલી મેચમાં ઓલરાઉન્ડર બાસ ડી'લીડેના હરફનમૌલા દેખાવથી નામીબિયા વિરુદ્ધ નેધરલેન્ડનો 7 વિકેટે વિજય થયો હતો. નામીબિયાના 20 ઓવરમાં 8 વિકેટે 16 રન થયા હતા. જવાબમાં નેધરલેન્ડ ટીમે 18 ઓવરમાં 3 વિકેટે 19 રન કરી 12 દડા બાકી રાખી વિજય સાથે મહત્ત્વના બે પોઇન્ટ કબજે કર્યાં હતા. પ્લેયર ઓફ ધ મેચ બાસ ડલીડેએ 2 વિકેટ લીધી હતી અને અણનમ 78 રન કર્યાં હતા. નેધરલેન્ડની શરૂઆત નબળી રહી હતી અને 16 રને પહેલી વિકેટ ગુમાવી હતી. આ પછી બાસ ડી'લીડેએ એક છેડો સાચવીને 48 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી અણનમ 72 રન કરી પોતાની ટીમને જીત અપાવી હતી. તેના સાથમાં માઇકલ લેવિટે 28, કોલિન એકરમેને 32 અને કેપ્ટન સ્કોટ એડવર્ડસે અણનમ 18 રન કર્યાં હતા. આથી ડચ ટીમે 18 ઓવરમાં 3 વિકેટે 19 રન કરી 7 વિકેટે જીત મેળવી હતી. અગાઉ નામીબિયા તરફથી નિકોલ લોફટી ઇર્ટને 42, યાન ફ્રાયલિંકે 30 અને જેજે સ્મિટે 22 રન કર્યાં હતા. આથી નામીબિયાના 8 વિકેટે 16 રન થયા હતા. નેધરલેન્ડ તરફથી બાસ ડી'લીડેને 2 વિકેટ મળી હતી. 

Panchang

dd