• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

વિવાદ વચ્ચે નરવણેએ મૌન તોડયું

નવી દિલ્હી, તા.10 : પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેની સંસ્મરણોવાળા પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદમાં  પ્રકાશક તરફથી 24 કલાકની અંદર બે વખત આપવામાં આવેલા સ્પષ્ટીકરણ અને બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો બાદ હવે જનરલ નરવણેએ પણ મૌન તોડયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રકાશક પેંગ્વિનની એક નોંધ શેર કરતાં લખ્યું છે કે, પુસ્તકની સ્થિતિ આ છે. આ રીતે જનરલ નરવણેએ પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમનું પુસ્તક હજી સુધી પ્રકાશિત થયું નથી અને પુસ્તકની કોઈપણ અધિકૃત નકલ જાહેરમાં ઉપલબ્ધ નથી.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધુ એક દાવો કર્યો છે કે પૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) નરવણેએ 2023 માં એક લિંક શેર કરી જણાવ્યું હતું કે તેમનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે અને ખરીદી માટે ઉપલબ્ધ છે. દરમિયાન ભાજપના નેતા નિશિકાંત દુબેએ તેમના આવા દાવાને ખોટા ગણાવ્યા છે.  લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો કે એક પ્રકાશકે કહ્યું હતું કે પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું પુસ્તક પ્રકાશિત થશે નહીં, પરંતુ નરવણેએ પોતે 2023માં એક ટ્વિટમાં એક લિંક શેર કરી લોકોને તેમનું પુસ્તક ખરીદવા વિનંતી કરી હતી. રાહુલે સંસદ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમને નરવણે પર વિશ્વાસ છે અને તેમના પુસ્તકમાં કેટલાક તત્વો છે જે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસ્વસ્થ બનાવી શકે છે. હવે કાં તો નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા પેંગ્વિન (પ્રકાશક) જૂઠું બોલી રહ્યા છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને સ્થિતિ પર સ્પષ્ટતા આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જનરલ નરવણેના પુસ્તકનાં એકમાત્ર પ્રકાશન અધિકાર તેની પાસે છે અને પુસ્તક હજી સુધી કોઈપણ સ્વરૂપે પ્રકાશિત થયું નથી. પેંગ્વિને નિવેદનમાં જણાવ્યું હતું કે આ પુસ્તક હજી સુધી ન તો છાપેલ સ્વરૂપે, ન તો ડિજિટલ સ્વરૂપે પ્રકાશિત, વિતરિત અથવા વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.  

Panchang

dd