• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

આજે અબડાસા તાલુકાનાં ચાર ગામનાં માર્ગકામનું ખાતમુહૂર્ત

નખત્રાણા, તા. 10 : માર્ગ-મકાન (પંચાયત) વિભાગ અબડાસા તાલુકાના ચાર ગામના રૂા. 258.37 લાખના ખર્ચે નિર્માણ થનારાં કામોનું ખાતમુહૂર્ત મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે રાજકીય હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્થાનિક ગામોના સરપંચો, સામાજિક આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત સુથરી બળવંતરાય મહેતા સ્મારક રોડ રૂા. 151.24 લાખનું મુહૂર્ત તા. 11/2 બુધવારે બપોરે 2 કલાકે સુથરી ગામે, જ્યારે સુથરીથી ભાલારા દાદા એપ્રોચ રોડ રૂા. 17.54 લાખના ખર્ચે રસ્તાનું ખાતમુહૂર્ત બપોરે 2.30 કલાકે ભાલારા દાદા સ્થાનક સુથરી ખાતે, કોઠારા એપ્રોચ રોડ (મેઇન રોડથી હનુમાનજી મંદિર સુધી) રૂા. 39.74 લાખના ખર્ચે રસ્તા કામનું ખાતમુહૂર્ત બપોરે 3.30 કલાકે હનુમાનજી મંદિર પાસે કોઠારા, પેથાપર એપ્રોચ રોડ રૂા. 49.85 લાખના ખર્ચે થનાર રસ્તાકામનું ખાતમુહૂર્ત સાંજે 5 કલાકે પેથાપર ખાતે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તા.પં.ના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, જિ.પં. સા.ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમ મારવાડા, અબડાસા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી ગોપાલભાઇ ગઢવી, વિનયભાઇ રાવલ, તા.પં. ન્યાય સમિતિના ચેરમેન શિવજી મહેશ્વરી, તા.પં. ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, જયદેવસિંહ જાડેજા (કા.ચે. તા.પં.), તા.પં. સદસ્યો શાંતાબેન પટેલ, ઇબ્રાહિમ વાઘેર સંગીતાબેન ગુંસાઇ, ચેતનાબા જાડેજા, હુરબાઇ માંજોઠી, નિર્મળાબેન ગુંસાઇ ઉપસ્થિત રહેશે. 

Panchang

dd