• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 10 : ચેક પરત ફરવાના કેસમાં આરોપી કુમાર પ્રવીણભાઇ ચૌહાણ (રહે. નવી રાવલવાડી-ભુજ)ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ આરોપી કુમાર ચૌહાણ ફાઈનાન્સ કન્સલ્ટન્સીનું કામકાજ કરતો હોવાથી લોન માટે માર્જિનમની ભરવા અર્થે ફરિયાદી મોહિત તેજમાલ સિંધલ (રહે. માધાપર) પાસેથી રૂા. 1.40 લાખ લીધા હતા, પરંતુ કુમાર લોન કરાવી ન શકતાં લીધેલા રૂપિયા પરત આપવા રૂા. 1.40 લાખનો ચેક આપ્યો હતો, જે પરત ફરતાં ફરિયાદ દાખલ કરાઇ હતી. અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ-ભુજે આરોપી કુમારને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ નવ ટકા વ્યાસ સહિત રૂા. 1,58,000 વળતર ફરિયાદીને ચૂકવી આપવા અને વળતર ચૂકવવામાં કસૂર કરે તો વધુ છ માસની કેદનો હુકમ ફરમાવ્યો હતો. આરોપી ગેરહાજર હોઇ વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું છે. ફરિયાદીના વકીલ અમિત એ. ઠક્કર સાથે પી.બી. મકવાણા, રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા. 

Panchang

dd