ભુજ, તા. 21 : તાલુકાના
નાની રેલડીમાંના સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાનમાં એક શખ્સે આગ લગાડી બે લાખનું
નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે પદ્ધર પોલીસ મથકે નાની રેલડીમાં
સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાનની દેખરેખ રાખતા નિકુંજકુમાર અમિતભાઇ ત્રિપાઠીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 20-12ના બપોરે આરોપી વિનોદ જગરનાથ રજક
(રહે. આશાપુરા ફાર્મ-9, નાની રેલડી મૂળ ઝારખંડ)એ
ઉદ્યાનની નર્સરીમાં વાવણી કરેલા પ્લોટોમાં આગ લગાડી ખારા, મીઠા ગૂગળ અને સોનામુખી
રોપાઓને બાળીને ખાખ કરી અંદાજે બે લાખનું નુકસાન કર્યું છે. પોલીસે સાર્વજનિક
મિલકતોને નુકસાન અધિનિયમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.