ભુજ, તા. 21 : તાલુકાના
બન્ની વિસ્તારમાં આવેલા ઉધમા ગામનાં તળાવની પશ્ચિમ બાજુ સીમમાં બાવળોની ઝાડીમાંથી
પોલીસે કતલખાનું ઝડપી પાડયું હતું. ગઈકાલે ધોરડો પોલીસે આ કતલખાનાં ઉપર દરોડો પાડી
આરોપી ઉધમાના મામદખાન અદ્રેમાન જત,
નાના ભિટારાના નાથુ મુકીમ જત, ઉધમાના સગા અશરફ
જતને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણથી ચાર ઇસમ નાસી છૂટ્યા હતા. આરોપીઓએ ભેગા મળીને
ત્રણ ગાયની કતલ કરી હતી અને એક ગાયને હત્યાની તૈયારી માટે બાંધી રાખી હતી. સ્થળ
પરથી 220 કિલો ગૌમાંસ કિંમત રૂા. 22 હજાર
તથા 11 છરી, 2 કૂહાડી, ત્રણ ડોલ, પાવડો, તપેલું, ત્રાંસ,
રસ્સી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા ત્રણેય
આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ તળે ધોરડો પોલીસમાં ગુનો
દાખલ કરવામાં આવ્યો હતો.