ગાંધીધામ, તા. 21 : રાપરના
ટગામાં કૌટુંબિક મનમેળ ન હોઈ તેનું મનદુ:ખ રાખી છ શખ્સોએ પાઈપ વડે હુમલો કરતાં
પિતા-પુત્ર ઘવાયા હતા. ટગામાં રહેનાર ફરિયાદી અસગર અનવર ભટી પોતાની દીકરી સાથે
ઘરથી થોડેક આગળ ઊભો હતો ત્યારે ત્યાં મુબારક તારમામદ હિંગોરજા અને હુશેન તારમામદ
હિંગોરજા ત્યાં આવી હમણાં બહુ ઊંચો હાલે છે તેમ કહી ગાળાગાળી કરી લોખંડના પાઈપ વડે
તેના ઉપર હુમલો કર્યો હતો. રાડારાડના પગલે ફરિયાદીના પિતા ત્યાં આવતાં પાછળથી અન્ય
આરોપી નજરમામદ ઈસ્માઈલ હિંગોરજા,
ફિરોજ તારામામદ હિંગોરજા, ફારૂક દિનમામદ
હિંગોરજા અને હનીફ નજરમામદ હિંગોરજાએ મારામારી કરી પાઈપ વડે હુમલો કર્યો હતો.
મારામારીના આ બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને
સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ
ધરી છે.