• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

અંજારમાં માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલી મહિલાની ધરપકડ

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના વરસામેડીમાં રહેનાર મૂળ બલિયા ઉત્તરપ્રદેશના નિશાબેન સત્યેન્દ્રસિંઘ રાજપૂત સામે અગાઉ માદક પદાર્થની કલમો તળે ગુનો નોંધાયો હતો, જેમાં આ મહિલા પકડાઈ નહોતી. દરમ્યાન પોલીસે કોર્ટમાંથી વોરંટ મેળવી સચોટ બાતમીના આધારે આ મહિલાને પકડી પાડી હતી. અગાઉ પણ આ મહિલા સામે એનડીપીએસની કલમો તળે ગુનો નોંધાયો હતો.

Panchang

dd