નવી દિલ્હી, તા.5 (પીટીઆઈ)
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને યુક્રેન યુદ્ધ
સમાપ્ત કરવાના પ્રયાસો વધારવાને સમર્થન આપ્યું હતું અને ભારત આ સંઘર્ષના સ્થિર
ઉકેલના પ્રયાસોમાં રશિયા સાથે `ખભાથી ખભા મેળવીને ઉભું હોવાની
ખાતરી આપી હતી. બંને નેતાઓ વચ્ચેની વાર્ષિક શિખર બેઠકમાં યુક્રેનનો મુદ્દો
પ્રમુખતાથી ઉભર્યો હતો. આ શિખર બેઠક ખંડિત
ભૂ-રાજકીય વાતાવરણ અને તણાવ છતાં મજબૂત પાયા પર, આઠ દાયકાની દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત
બનાવવાના મુખ્ય ઉદ્દેશથી યોજાઈ હતી. શિખર બેઠકના ટીવી પર પ્રસારિત થયેલા ઉદઘાટન
ભાષણમાં મોદીએ કહ્યું હતું કે ભારત તટસ્થ નથી કેમકે તે યુક્રેન સંઘર્ષનો અંત લાવવા શાંતિના પક્ષમાં છે.