• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

નાની ચીરઇમાં યુવાન શ્રમિકે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો

ગાંધીધામ, તા. 5 : ભચાઉના નાની ચીરઇમાં કંપનીની વસાહતમાં રહેનાર ગોપીચંદ હીરાલાલ કોલ (ઉ.વ.33)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. બીજી બાજુ ગળપાદરના સહારા નગરમાં મહેંદી હસન મહંમદબીન અંસારી (ઉ.વ.27)એ ફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. નાની ચીરઇ નજીક આવેલી આકાશ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ નામની કંપનીની શ્રમિક વસાહતમાં ગઇકાલે બપોરના અરસામાં અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરી શ્રમિક વસાહતમાં રહેનાર ગોપીચંદ નામના યુવાને પોતાના રૂમ ઉપર પંખાના હૂકમાં સાડી બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી લીધી હતી. વધુ એક બનાવ ગળપાદરના સહારાનગર મકાન નંબર 73માં બન્યો હતો. અહીં પરિવાર સાથે રહેનાર મહેંદી હસન નામના યુવાને જીવન ટુંકાવી લીધું હતું. આ યુવાને રૂમ ઉપર પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બંને આપઘાતનાં પ્રકરણમાં પોલીસે નોંધ કરી કારણ જાણવા સહિતની આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd