સેન્ટિયાગો (ચિલી), તા.પ: મહિલા હોકી જૂનિયર
વર્લ્ડ કપના પૂલી સીના ત્રીજા મેચમાં ભારતીય ટીમનો આયર્લેન્ડ સામે 4-0 ગોલથી
વિજય થયો હતો. કનિકાએ 12મી મિનિટે, પૂર્ણિમા યાદવે 42 અને પ8મી અને
સાક્ષી રાણાએ પ7મી મિનિટે ગોલ કર્યાં હતા. આ પહેલા ગઇકાલે ભારતીય મહિલા હોકી
ટીમને જર્મનીના હાથે 1-3 ગોલથી હાર સહન કરવી પડી છે. ભારત
તરફથી મેચનો એકમાત્ર ગોલ હિના બાનોએ પ8મી મિનિટે કર્યો હતો. જ્યારે
જર્મની તરફથી લીના ફ્રેરિકસે પાંચમી,
એનિકા શોનહોફે પ2મી અને માર્ટિના રીસેનેગરે પ9મી
મિનિટે ગોલ કર્યા હતા.