• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

અંજારને આધુનિક સુવિધા સાથે કચ્છનું બેનમૂન શહેર બનાવાશે

અંજાર, તા. 5 : રાજ્યના મંત્રી મંડળના અંજારના ધારાસભ્યનો ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તરીકે સમાવેશ થતાં તેને બિરદાવવા અંજાર ચેમ્બર ઓફ કોમર્સ અને તેને સંલગ્ન વેપારી સંગઠનો દ્વારા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વેળાએ રાજ્યમંત્રીએ અંજાર શહેરના વિવિધ વિકાસની ખાતરી આપી હતી. માનવ હોટલ ખાતે આયોજિત સમારોહમાં પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી તરીકે જણાવ્યું હતું કે, વર્ષોથી પ્રજાકીય પ્રતિનિધિ તરીકે સેવા કરવાની તક મળી છે. અંજાર શહેરના વિકાસ માટે સતત જાગૃત રહ્યા  હોવાનું જણાવી ધારાસભ્ય બન્યા બાદ ઉચ્ચ શિક્ષણની સુવિધા અંજાર ખાતે મળે તે માટે સરકારી કોલેજ, આરટીઓ કચેરી જીજે-39 સાથે કાર્યરત, 100  બેડની પૂર્ણ કક્ષાની હોસ્પિટલ, પૂર્વ કચ્છની ડી.ઇ.ઓ. કચેરી, અંજાર ચિત્રકૂટ સર્કલથી સર્કલ બાયપાસ રોડ, ભારે વાહનોના અકસ્માત નિવારવા 22 વર્ષથી રોડનો પ્રશ્ન હતો, એનો નિકાલ કરી પ્રગતિમાં થતું કામ, સાંગ નદી ઉપર બ્રિજનું નિર્માણ, બે રેલવે અંડરબ્રિજનું નિર્માણ સહિતનાં કાર્યો સૌના સાથ સૌના વિકાસ સાથે કાર્યરત છે. શહેરનો વિકાસ અવિરત છે અને અવિરત ચાલ્યા કરશે તેવું તેમણે જણાવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી બોલતાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિનભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ અને અંજાર તાલુકા માટે ગૌરવની ક્ષણ છે. કચ્છ અને અંજારનું પ્રતિનિધિત્વ આપણા ધારાસભ્ય કરતા હોય તો સ્વાભાવિક છે શહેરનો વિકાસ ફિનિક્સ પક્ષીની જેમ ઝડપથી થાય. અંજાર સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે, શહેરની અંદર ચાલતા વિવિધ કામો મંજૂર કરાવવા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહે છે. અંજાર ચેમ્બરના માનદ્મંત્રી વસંતભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, ત્રિકમભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળતાં શહેરનો વિકાસ ઝડપી થશે. ચેમ્બર પ્રમુખ રશ્મિનભાઈના હસ્તે ત્રિકમભાઈનું અભિવાદન કરાયું હતું. સંજય પરમારે સન્માનપત્રનું વાંચન કર્યું હતું. ત્યારબાદ શહેરની વિવિધ સંસ્થાઓ અને હોદ્દેદારોના હસ્તે જાહેર અભિવાદન કરાવ્યું હતું. અંજાર વેપારી ડિસ્ટ્રીબ્યુટર એસો.ના પ્રમુખ કુલીન પલણ, બુલિયન મર્ચન્ટ એસો.ના ફોરમ સોની, અંજાર ઈન્ડસ્ટ્રીઝ એસો.ના કેશવજી કાપડી, દીપકસિંહ રાઠોડ, અંજાર મર્ચન્ટ એસો.ના રાજન કોડરાણી, હેન્ડીક્રાફ્ટ એસો.ના ઈસ્માઈલભાઈ ખત્રી, હસ્તકળા રંગાટ સંગઠનના શબ્બીર ખત્રી, ઈરફાન ખત્રી, અંજાર લોહાણા મહાજનના પ્રમુખ પિન્ટુભાઈ ચંદે, માતૃસ્પર્શ હોસ્પિટલના એમ.ડી. આકાશભાઈ કોડરાણી સહિત એસો. અગ્રણીઓ હસ્તે રાજ્યમંત્રીનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, અશ્વિન સોરઠિયા, આશિષ ઉદવાણી, રાજુભાઈ સોમૈયા, અમરીશ દૈયા, હરેશ ઠક્કર, મહાદેવભાઈ બત્તા, પરેશ ભણસારી, જિલ્લા ભાજપ મહામંત્રી કાનજી શેઠ, (આહીર), ખત્રી મહમદભાઈ, શંભુભાઈ આહીર, માનવ હોટલના ભરતભાઈ જેઠવાભાવેશભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન એસ.એલ. પરમારે અને આભારવિધિ વસંતભાઈ ઠક્કરે કરી હતી.

Panchang

dd