ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છ પોલીસે માદક પદાર્થ સામે વિશેષ ઝુંબેશ આરંભી છે. આ અંતર્ગત પોલીસે ગાંધીધામના ગુડ સાઈડ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે બે આરોપીની
ધરપકડ કરી હતી. પોલીસે શહેરમાં બસ સ્ટેશન તરફથી
ગુડ સાઈડ ઓવરબ્રીજ સર્વિસ રોડ ઉપર બે ઈસમ માદક
પદાર્થ ગાંજાનો જથ્થો લઈને આવતા હોવાની બાતમીના આધારે પોલીસે આ શખ્સોને રોકાવીની તેની
અંગઝડતી લીધી હતી. દરમ્યાન બનાસકાંઠાના દિયોદરમાં સણાવ પ્લોટ વિસ્તારમાં રહેતા
આરોપી પ્રવીણ જોરાભાઈ પરમાર અને દિનેશભાઈ હેમજીભાઈ પરમારના કબ્જામાં રહેલી બેગમાંથી
ગાંજાનો 964 ગ્રામ જથ્થો
મળી આવ્યો હતો. જેની કિંમત રૂા.9640 આંકવામાં
આવી હતી. આ કાર્યવાહીમાં આરોપી પ્રવીણ અને દિનેશની ધરપકડ સાથે એક મોબાઈલ ફોન કિં. પ હજાર, થેલો સહિત કુલ રૂા.14740નો મુદ્દામાલ હસ્તગત કરવામાં
આવ્યો હતો. આ પ્રકરણમાં ગાંજાનો જથ્થો આપનારો આરોપી વિશાલ અને મંગાવનારો આરોપી પ્રહલાદ મકવાણા(રહે.
કાર્ગો ઝુંપડા)ને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.