ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છના વાગડ પંથકમાં
પોલીસે જુગાર સંબંધી બે દરોડા પાડીને ત્રણ મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી, જેમાં રોકડ રૂા. 33,400 જપ્ત કરાયા હતા. ભચાઉના સીતારામપુરા
વિસ્તારમાં કરશનભાઇની ચક્કીની પાછળ ગઇકાલે પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં જુગાર
રમતા રૂકસાનાબેન કાસમ બેલીમ, જવેરબેન
અશોક કોળી, કાજલબેન દશરથ ગઢવી, ભૂપેન્દ્રસિંહ
મદનસિંહ જાડેજા તથા વિક્રમ નારાણ કોળીને પોલીસે ઝડપી પાડયા હતા. ગંજીપાના વડે નસીબ
અજમાવતા આ લોકો પાસેથી રોકડ રૂા. 31,800 જપ્ત કરાયા હતા. બીજી કાર્યવાહી લાકડિયામાં કોળીવાસ પાસે કરવામાં
આવી હતી. અહીં જાહેરમાં જુગાર રમતા બાબુ કરશન કોળી,
પ્રકાશ રામ કોળી, અસલમ ઓસમાણ રાઉમાને ઝડપી લેવાયા
હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1600 હસ્તગત કરાયા હતા.