ગાંધીધામ, તા. 8 : તાલુકાના
કિડાણાના માથાભારે શખ્સને પોલીસે કચ્છ તથા આસપાસના જિલ્લાઓમાંથી તડીપાર કર્યો હતો.
કિડાણામાં રહેનાર લિયાજત ઉર્ફે લિયાકત કાસમ ચાવડા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામ બિ-ડિવિઝન
પોલીસ મથકે ચોરી, લૂંટ, મારામારી સહિતના પાંચ ગુના નોંધાયેલા
છે. વારંવાર મિલક્ત સંબંધી ગુના આચરતા શખ્સો વિરુદ્ધ કડક પગલાં લેવા અધિકારીઓના આદેશ
બાદ સ્થાનિક બિ-ડિવિઝન પોલીસે આ શખ્સની તડીપારની દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત અધિકારીને
મોકલી આપી હતી. ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં પોલીસે આ શખ્સની અટક કરી હતી અને તેને કચ્છ
તથા અડીને આવેલા અન્ય જિલ્લાઓમાંથી તેને તડીપાર કરવામાં આવ્યો હતો.