• બુધવાર, 16 જુલાઈ, 2025

માંડવી પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદ

માંડવી, તા. 8 : અહીંની કોર્ટે સાત વર્ષ જૂના ઠગાઇ બાદ તોડના કેસમાં પીએસઆઇ સહિત ચાર આરોપીનો ત્રણ વર્ષના કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ તા. 17-1-2018ના દેવરાજ ખીમજીભાઇ હીરાણીએ માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી અકબરશા વલીશા સૈયદ, પીએસઆઇ સુનીલકુમાર દલસુખભાઇ વૈષ્ણવ, મોહમ્મદ સલીમ કરીમમામદ કોરેજા, મામદ ઉર્ફે કીંગ ઉમરભાઇ જત સામે ઠગાઇ બળજબરીથી નાણા પડાવા, ધમકી આપવામાં ગુન્હામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા અને રૂા. 10 હજરનો દંડના હુકમ માંડવી જયુ. મેજી. ફર્સ્ટ કલાસ સ્વાતી રાજબએ આપ્યો છે. હજુ એક લાખની ચીટીંગનો અન્ય એક યુવાનનો કેસ આ કેસ કરવાની ઇચ્છા દેવરાજને થઇ તેમાં બીજી ચીટીંગમાં કેસ હતો માંડવીના અન્ય એક યુવાને 1 લાખ આપી દીધા અને બીજા 18 લાખની માંગણી કરી જે અંગે ઉપયોક્ત યુવાન પાસે રકમની વ્યવસ્થા  ન થતાં મિત્ર વર્તુળમાં રૂપિયાનો મેળ કરવા વાત કરી ત્યારે મિત્ર વર્તુળે હિંમત આપી અને દેવરાજનો તાજો જ ચીટીંગનો કેસ આંખ સામે તરવળતો હતો તેમણે કહ્યું કે, આ દાદાગીરી ઉપર જો રોક નહીં લાગે તો એક પછી એક બધા શિકાર થતા જશે, તે રીતે તેણે પણ ફરિયાદ કરી છે. પરંતુ તેમણે કામ ધંધો મૂકેની સતત કેશ પાછળ ધક્કા ખાવાનું છોડી કેસદે એની જગ્યાએ રહેવા દીધેલ છે અને જાણે રૂા. 1 લાખથી જાન છૂટી હોય તેવું મન મનાવી લીધું છે. આ એક લાખની ચીટીંગની સ્ટોરી સાંભળીને દેવરાજમાં હિંમત આવી અને પોતે 2018માં ફરિયાદ કરી જેનો ગઇકાલે ચુકાદો આવેલો છે. દેવરાજ સાથે કેવી રીતે ઠગાઇ થઇ ? વર્ષ ર01પમાં કોડાયમાં રહેતા અકબરશા વલીશા સૈયદ નામના એક માણસને દેવરાજ પાસે કામ કરતો ભરત ઓળખે છે અને અકબરશા સૈયદ એક મહિનામાં ડબલ રૂપિયા કરી આપે છે તેવું તેના માણસ ભરતે જણાવ્યું હતું. ભરતના કહેવાથી દેવરાજે અકબરશાને રૂપિયા ડબલ કરવા 3 લાખ આપ્યા, એક મહિના પછી અકબરશાએ દેવરાજને રૂપિયા પરત કરવાનો ઈન્કાર કર્યો અને કહ્યંા] કે જે માણસને ડબલ કરવા માટે રૂપિયા આપ્યા હતા તે માણસ રૂપિયા લઈને નાસી ગયો છે માટે હવે રૂપિયા નાહિં મળે.   ર018માં 3 લાખ ભૂલી જવાનું પણ નક્કી થયું શા માટે ? અકબરશા રૂપિયા પરત આપતો ન હતો માટે ર018માં દેવરાજે રૂપિયા કઢાવવા, માંડવીના જતનગરમાં રહેતા મામદ જતનો સંપર્ક કર્યો મામદે તપાસ કરીને દેવરાજને કહ્યંા] કે અકબરશા અને તેની ગેંગ ચીટળ ટોળકી છે તે લોકો જાલીનોટનો ધંધો કરે છે તારા પૈસા હવે તું ભૂલી જા, મામદની વાત સાંભળી દેવરાજે રા. 3 લાખ તે જ દિવસે ભૂલી ગયો. પી.એસ.આઈ. દ્વારા કેવી રીતે ધમકી મળી ? દેવરાજ અકબરશાને આપેલા 3 લાખ રૂપિયા ભૂલી ગયો હતો ત્યાં ઓકટોબર-ર018માં સ્ટેટ આઈ બી માં માંડવી ખાતે પીએસઆઈની ફરજ બજાવતા સુનીલકુમાર વૈષ્ણવે દેવરાજને ફોન કર્યો અને ર01પની જાલી નોટની અકબરશાવાળી ઈન્કવાયરી આવેલી છે, તેમ કંહી મળવા માટે પોલીસ મથકે બોલાવ્યો હતો. દેવરાજ ત્યાં ન જતા સાદા ડ્રસમાં એકટીવા પર પીએસઆઈ વૈષ્ણવ દેવરાજની સાઈટ ઉપર પહોંચી ગયા હતા ત્યાં જઈ મારા ફોન તું કેમ ઉપાડતો નથી તેમ કહી ધાક-ધમકી આપી હતી, તારા પર ર01પનો 3 લાખની જાલી નોટનો કેસ છે અને આ દેશ દ્રોહનો ગુન્હો છે, 11 વર્ષની જેલ થશે, બોલ તારે શું કરવું છે ? તોડ કરવો છે કે જેલ જવું છે ? પીએસઆઈ વૈષ્ણવની વાતોથી ડરી ગયેલા દેવરાજે તોડ કરી મામલો રફે દફે કરી દેવા જણાવતાં વૈષ્ણવે 1પ લાખ રૂપિયા માંગ્યા હતા, છેવટે 9 લાખમાં પતાવટ કરવા નક્કી થયેલા, દેવરાજે 3-3 લાખના 3 ટુકડા અલગ અલગ સમયે આપ્યા હતા. ઉપરોકત કેસમાં ફરીયાદી વતી સરકારી વકીલ ડી.સી. ઠાકોર રહ્યા હતા. આ કેસ ચાલતો હતો ને ફરીયાદી દેવરાજ અહીંથી શાંતિ મળે તે માટે કંપાલા જઇ શાંતિથી વ્યવસાય કરે છે.

Panchang

dd