• રવિવાર, 29 જૂન, 2025

સઈમાં જાહેરમાં જૂગટું રમતા બે ખેલી જબ્બે : એક નાસ્યો

ગાંધીધામ, તા. 28 : રાપર તાલુકાના સઈમાં જાહેરમાં જુગાર રમતા બે ખેલીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે સઈ ગ્રામ પંચાયત પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી હરિભાઈ ભચુભાઈ સમિયા, મુકેશ ભલાભાઈ વાઘેલાને જુગાર રમવાના આરોપસર પકડયા હતા. પકડાયેલા તહોમતદારો પાસેથી રોકડા રૂા. 6800 તેમજ પડમાંથી રૂા. 3910 સહિત કુલ રૂા. 10,710નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ કાર્યવાહીમાં આરોપી સુરેશ કરમશીભાઈ કોળી નાસવામાં સફળ રહ્યો હતો.   

Panchang

dd