• બુધવાર, 16 જુલાઈ, 2025

મોરગર હત્યા પ્રકરણે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના મોરગર નજીક અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આધેડની હત્યા નીપજાવનારા ત્રણ પૈકી બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ નજીક મોરગર પાસે આવેલી નેશનલ હોટેલમાં ગત તા. 23/5ના રાત્રિના ભાગે માથાકૂટ થઇ હતી. અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી છરી વડે હુમલો કરી ઉમરભાઇ રાયમાની હત્યા નીપજાવાઇ હતી જે અંગે નરેન્દ્રપુરી ભીખાપુરી ગોસાઇ, કલ્પેશપુરી વિશનપુરી ગોસ્વામી તથા એક અજાણ્યા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી નરેન્દ્રપુરીને પકડી પાડયો હતો. બાદમાં વિક્રમ મફા ગાદલિયાનું નામ બહાર આવતાં તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવનો ત્રીજો આરોપી હજુ હાથમાં આવ્યો નથી તેને પકડી પાડવા પોલીસે દોડધામ આદરી છે.

Panchang

dd