• બુધવાર, 16 જુલાઈ, 2025

ગાંધીધામમાં આંકફરકનો જુગાર રમતો શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 24 : શહેરમાં આંકફરકનો જુગાર રમતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. એ-ડિવિઝન પોલીસ ટીમે  સુંદરપુરી વિસ્તારમાં દ્વારકા ફર્નિચર સામે મંદિર પાસેથી  આરોપી શરીફ ઉર્ફે સલમાન ઈકબાલખાન પઠાણની વરલી મટકાના જુગાર રમી રમાડવાના આરોપસર ધરપકડ કરી હતી. કાયદાના સકંજામાં આવેલા આ તહોમતદાર પાસેથી રોકડા રૂા. બે હજાર સહિતનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પોલીસે જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd