• રવિવાર, 01 જૂન, 2025

મુંદરામાં મહિલાની છેડતી કરી ધોકા વડે હુમલો

ગાંધીધામ, તા. 22 : મુંદરામાં  એક યુવાન પરિણીતા ઘરથી બહાર નીકળતા શખ્સો બિભત્સ ચાળા કરી છેડતી કરતા તેને કહેવા જતાં તેણે ધોકા વડે હુમલો કર્યો હતો. મુંદરા નગરમાં ગત તા. 18/5ના રાત્રે 10.30ના અરસામાં આ બનાવ બન્યો હતો. બનાવના ફરિયાદીના સાળાની પત્ની રાત્રે કૂતરાને રોટલા નાખવા બહાર નીકળતા બહાર રમેશ દેવજી સોંધરા નામના શખ્સે બિભત્સ ચેનચાળા કરી મહિલાની છેડતી કરી હતી, જે અંગે ફરિયાદીના સાળાએ આ શખ્સને ઠપકો આપવા જતાં આ શખ્સે દંપતીને માર માર્યો હતો. બાદમાં ફરિયાદી અને તેમના પત્ની વચ્ચે પડતા આરોપીએ ધોકા વડે તમામને માર માર્યો હતો.  જેમાં ફરિયાદીની પત્નીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd