• રવિવાર, 01 જૂન, 2025

લાખિયારવીરામાં ધાણીપાસા ફેંકતા છ પકડયાયા : બે નાસી છૂટયા

ભુજ, તા. 21 : જુગાર રમતા નખત્રાણા તાલુકાના લાખિયારવીરામાં છ ઝડપાયા હતા જ્યારે બે નાસી છૂટયા હતા. ઉપરાંત નિરોણામાંથી પણ બે જુગારી ઝડપાયા હતા. નખત્રાણા તાલુકાના લાખિયારવીરાની પૂર્વ બાજુ જાગરાઇ તળાવની પાળે બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા વિનોદ મોહન સથવારા, કરસન પ્રેમજી સથવારા, ચંદુલાલ રતનશી સથવારા, રામજી જેઠા મારવાડા (રહે. તમામ લાખિયારવીરા) તથા દેવજી ઉર્ફે દિનેશ અરજણ મારવાડા (દેવીસર) અને લક્ષ્મણસિંહ રામસંગજી જાડેજા (ચાવડકા)ને ઝડપી લીધા હતા. જ્યારે ગોપાલ ભામુ સથવારા (લાખિયારવીરા) તથા શિવુભા વેલુભા જાડેજા (ચાવડકા) નાસી છૂટયા હતા. નખત્રાણા પોલીસે આ દરોડામાં રોકડા રૂા. 15,200નો મુદ્દામાલ કબજે લઇ આઠે જુગારી ઉપર જુગારધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. બીજીતરફ આજે બપોરે નિરોણા ગામના આશાપુરા નગરની પાછળ બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા જુમા ખમીશા કુંભાર (નિરોણા), ઓસમાણ મામદ હાલેપોત્રા (પાલનપુર બાડી)ને રોકડા રૂા. 2420ના મુદ્દામાલ સાથે નિરોણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd