• ગુરુવાર, 03 જુલાઈ, 2025

મોટી ધુફીમાં યુવાને ઝેરી દવા પીને આયખું ટુંકાવ્યું

ભુજ, તા. 10 : અબડાસા તાલુકાના મોટી ધુફી ગામના 32 વર્ષીય યુવાન મોહન અલી કોલીએ ગઇકાલે પાકમાં નાખવાની ઝેરી દવા પીને પોતાનું આયખું ટુંકાવી લીધું હતું. મોટી ધુફીમાં રહેતા મોહન કોલીએ ગઇકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં ભારાપર-ધુફી વાડીવિસ્તારમાં કોઇ અગમ્ય કારણોસર પાકમાં નાખવાની દવા પી લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં બપોરે તેનું મોત નીપજ્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં મોહનના ભાઇ દિનેશે નોંધાવી હતી, જે અંગે નલિયા પોલીસને જાણ કરાઇ છે. 

Panchang

dd