• શુક્રવાર, 06 માર્ચ, 2026

ગાંધીધામમાં માદક પદાર્થ સાથે તહોમતદારની ધરપકડ

ગાંધીધામ, તા.5 : અહીંની એ ડિવિઝન પોલીસ ટીમે શહેરમાંથી માદક પદાર્થના જથ્થા સાથે  શખ્સની ધરપકડ કરી હતી. શહેરના નવી સુંદરપુરી  વિસ્તારમાં રાયમા ચોક પાસે એક શખ્સ માદક પદાર્થના જથ્થા સાથે ઊભેલો હોવાની પૂર્વ બાતમીના આધારે  પોલીસે અહીં છાનબીન આરંભી હતી. દરમ્યાન પોલીસે આરોપી મોહસીન હાસમભાઈ હાલેપોત્રા (રહે. રાયમા ચોક ઈમામ ચોકની બાજુ, ગાંધીધામ) ની ધરપકડ કરી તેની પાસેથી  માદક પદાર્થ એમ.ડી ડ્રગ્સ 8.06 ગ્રામ કિં. રૂા.80600,પોષડેડા 0.190 કિલોગ્રામ કિં. રૂા.2850, પોષડેડા પાઉડર  0.023 કિં. રૂા.345, ઓપો મોબાઈલ કિં. રૂા. 10 હજાર સહિત કુલ રૂા. 93985નો મુદ્દામાલ  હસ્તગત લેવાયો હતો. પોલીસે  સાંચોર રાજસ્થાનથી  માદક પદાર્થનો જથ્થો આપનારા અજાણ્યા શખ્સને શોધવા  સહિતની દિશામાં તપાસ આરંભી છે. 

Panchang

dd