• શુક્રવાર, 06 માર્ચ, 2026

વોટ્સએપ ઉપર ફાઈલ મોકલી મહિલાનાં ખાતાંમાંથી 2.98 લાખ સેરવાયા

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના સતાપરના મહિલા સાથે વોટ્સએપનાં માધ્યમ ઉપર પી.ડી.એફ. ફાઈલ મોકલી અજાણ્યા શખ્સે  રૂા. 2.98 લાખ  બેંકખાતાંમાં સેરવી લીધા હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગોવર્ધન કન્યા છાત્રાલયમાં વોર્ડન તરીકે સેવા  બજાવતા શાંતિબેન રણધીરભાઈ ચાવડાએ  અજાણ્યા  મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કેઓનલાઈન છેતરપિંડીનો બનાવ ગત તા.13/2થી તા.15/2ના સમયગાળા દરમ્યાન બન્યો હતો. ફરિયાદીને  વોટ્સએપ ઉપર એચ.ડી.એફ.સી. પાન અપટેડ નામની પી.ડી.એફ. ફાઈલ આવી હતી. આ ફાઈલમાં એચ.ડી.એફ.સી. બેન્કના લોગો સાથે  અન્ય વિગતો લખેલી હતી.  આ વિગતો કામની ન હોવાથી ફરિયાદીએ આ ફાઈલ બંધ કરી દીધી હતી. આ બનાવના બે દિવસ બાદ ફરિયાદી પોતાના ખાતાંની જમા રાશિ તપાસતાં તેમાં રકમ ઓછી થઈ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. ભેજાબાજે જ પ્રથમ વ્યવહારમાં 99 હજાર તથા બીજા વ્યવહારમાં 1,99,500 સાથે કુલ રૂા. 2,98,500ની ઉઠાંતરી કરી હતી. આ બનાવમાં ફરિયાદીએ પોતાના કોઈ પણ પ્રકારના ગુપ્તઅંકો કે અન્ય માહિતી  અન્ય કોઈને  આપી ન  હતી તેમજ ફરિયાદીની  ઈમેઈલ-આઈડી પણ બદલાઈ ગઈ હતી. આ અંગે બેન્ક  વિગતો આપી શકી ન હોવાનું પણ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. ઓનલાઈન છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd