• બુધવાર, 21 મે, 2025

બેલામાં 40 લાખનાં પાણીની ચોરી અંગે પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 10 : રાપર તાલુકાના બેલામાં પાણીની ચોરી કરાતાં આ અંગે 10 લોકો સામે રૂા. 39,31,248ની પાણી ચોરી, સરકારી મિલકતમાં નુકસાન સહિતની કલમો તળે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. રાપરના ફતેહગઢ ડેમ આધારિત શિવગઢ હેડ વર્કસથી બેલા ગામ તરફ જતી નર્મદાની મુખ્ય લાઇનમાં વિસાસરવાંઢ નજીક લોકો કાણા પાડી પોતાના અંગત સ્વાર્થ માટે પાણી ખેંચતા હતા. ખેતીવાડી, ઘર વપરાશ, સર્વિસ સ્ટેશન તથા આર.ઓ. પ્લાન્ટના ધંધાર્થે પાણી ખેંચતા 10 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગત તા. 1-4થી 16-4 દરમ્યાન પાણી ચોરી તથા સરકારી મિલકતમાં નુકસાન અંગે બેલા ગામના ખેંગા હાજા રજપૂત, ગેલા રાણા પાધરિયા, ડાયા ભીખા બગડા, રામા દાના બારી, ભલા દાના બારી, ખેંગા અજા મસાણી, ગણેશ કરશન ગોહિલ, ખાના બાબુ બારી, દેવા દલા બારી તથા મુરા કરમણ બગડા વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. લાખો લિટર પાણી ચોરી અંગે પાણી પુરવઠા વિભાગના કિશોરસિંહ મહિપતસિંહ વાઘેલાએ ગુનો દર્જ કરાવ્યો હોવાનું બાલાસર પી.એસ.ઓ. વજાભાઇ મકવાણાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd