ભુજ, તા.26 : સાયબર ઠગબાજોએ ભુજના વેપારીને નિશાન બનાવી ફોન-પે એપ્લિકેશન
મારફતે બેંકના ખાતાંમાંથી 99 હજાર સેરવી
લીધાનો બનાવ સામે આવ્યો છે.ભુજમાં ફરસાણી દુનિયાવાળી શેરી વિસ્તારમાં `સ્ટાઇલિશ મેન્સવેર
0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif;
mso-bidi-language:GU">' નામે કપડાંની દુકાન ચલાવતા ઈમરાન ઇશા ચાકીએ
આ અંગે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તેનું એચડીએફસી બેંકની સ્ટેશન રોડ શાખામાં ચાલુ ખાતું છે.તા.19મી નવેમ્બરના સાંજે તેમણે બેંકની એપ્લિકેશન તપાસતાં ખાતાંમાંથી
99,000 ઊપડી ગયાનું સામે આવ્યું હતું.બેંકની સ્ટેશન રોડ શાખામાં જતાં કર્મચારીઓએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવાની સલાહ
આપતાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આજે ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે તપાસ
હાથ ધરી છે.