નવી દિલ્હી, તા.26 : દેશભરમાં
જંકફૂડ અને પેકેટવાળી ખાદ્ય વાનગીઓનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, ત્યારે લોકોને એ બતાવવું જરૂરી છે કે,
જે વાનગી ખરીદી રહ્યા છે, તેમાં કેટલાં ખાંડ-નિમક-ચરબી
(ફેટ) છે.દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક મહત્ત્વનો નિર્દેશ આપતાં આવી ખાદ્યચીજોનાં
પેકેટ પર `વોર્નિંગ
સિમ્બોલ' એટલે કે, `ખતરાનું નિશાન
0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif;
mso-bidi-language:GU">' મૂકવા તાકીદ કરી હતી.સુપ્રીમ કોર્ટે શાળાઓમાં
બાળકોને સ્વસ્થ ખાનપાનની સમજણ આપીને જાગૃત કરવા પર ભાર મૂકયો હતો.અદાલતે કેન્દ્ર સરકારને
અભ્યાસક્રમમાં જરૂરી બદલાવ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.`ફસાઇ'એ અદાલતને જણાવ્યું હતું કે, નવા નિયમોનો મુસદ્દો તૈયાર
કરવામાં ચાર મહિનાનો સમય લાગશે.સુપ્રીમે 10 સપ્તાહમાં પ્રગતિ અહેવાલ અને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ
આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ફસાઇને નિર્દેશ આપ્યો છે, જે પેકેટવાળી ખાદ્યચીજમાં ખાંડ, નિમક અથવા ફેટ (ચરબી)નું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં વધુ હશે, તેના પર અલગ-અલગ લાલ નિશાન મૂકવાં ફરજિયાત બનાવાયાં છે.દરેક નિશાન છ ખૂણાવાળા
ષટ્કોણ આકારનું હશે, જેમાં સંબંધિત વસ્તુની તસવીર સાથે `હાઇ શુગર', `હાઇ સોલ્ટ' અથવા `હાઇફેટ'
લખવાનું રહેશે.ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને કે.વિનોદચંદ્રનની
ખંડપીઠે જણાવ્યું હતું કે, ખાંડની માત્રા જાણવા, કુલ્લ ચરબીનું પ્રમાણ જાણવા માટે
સૈચુરેટેડ ફેટને આધાર બનાવો.અદાલતે કહ્યું હતું કે, ફસાઇએ વૈજ્ઞાનિક
ચકાસણીના આધાર પર ખાંડનાં પ્રમાણની સીમા ફરી નક્કી કરવી પડશે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ
કર્યું હતું કે, ખાંડ, નિમક અને ફેટ માટે
એક જ સંયુક્ત નિશાન મૂકવું નહીં ચલાવી લેવાય.ઉદાહરણરૂપે કોઇ એક ખાદ્યચીજમાં ખાંડ અને
નિમક બન્નેનું પ્રમાણ વધારે હશે તો એ બન્ને માટે ષટ્કોણ આકારમાં લાલ ખતરાનાં નિશાન
અલગ-અલગ રીતે પેકેટ પર લખવાં પડશે.સુપ્રીમ કોર્ટે પોષણ સંબંધી ચેતવણી માટે પોષક તત્ત્વોની
સીમા નક્કી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવાનો પણ નિર્દેશ `ફસાઇ'ને આપ્યો હતો.કોઇ પેકેટવાળી ખાદ્યચીજમાં `એડેડ શુગર' એટલે કે, અલગથી ખાંડ નખાઇ
નથી, પરંતુ તેમાં પ્રાકૃતિક રીતે જ ખાંડનું પ્રમાણ વધુ હોય તો
તેની પણ અવગણના નહીં કરી શકાય તેવું પણ કોર્ટે કહ્યું હતું.