• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

પત્રકાર કોને ગણવા ? સુપ્રીમની વિચારણા

નવી દિલ્હી, તા.26 : આજનાં સોશિયલ મીડિયાનાં યુગમાં મોબાઈલ ફોન કેમેરાથી રસ્તા ઉપર બનતી ઘટનાઓ પ્રસારિત કરતાં લોકો પણ પોતાને પત્રકાર ગણાવવા અને માનવા લાગ્યા છે ત્યારે વાસ્તવમાં પત્રકાર કોને માનવા? આ ગંભીર બની ગયેલા સવાલ ઉપર સુપ્રીમ કોર્ટ વિચાર કરશે.શું વિરોધ પ્રદર્શન દરમિયાન માન્યતાપ્રાપ્ત પત્રકારોને અન્ય સ્વઘોષિત પત્રકાર કરતાં વધુ સુરક્ષા પ્રદાન થવી જોઈએ? દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન બનેલી ઘટનાઓ પછી આ સવાલ દેશભરમાં ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગયો હતો.કોર્ટે કહ્યું હતું કે, પત્રકારત્વની સ્વતંત્રતા અને સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સંતુલન જરૂરી છે.કાયદો-વ્યવસ્થા જાળવવી પણ જરૂરી છે.મુખ્ય ન્યાયધીશ (સીજેઆઈ) સૂર્યકાંત 0pt; line-height:115%;font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ  વી.મોહનની પીઠે આ અંગે સુનાવણીમાં ટિપ્પણીઓ કરી હતી.સર્વોચ્ચ અદાલતે આ પ્રકરણને પાંચ સદસ્યની બનેલી ઉચ્ચસ્તરીય સમિતિ પાસે મોકલી દીધું હતું.આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયધીશ આર.સુભાષ રેડ્ડી કરે છે.આ કેસમાં તા.10, 11 ઓક્ટોબરે દિલ્હીમાં સાત પત્રકારોને કથિત રૂપે કસ્ટડીમાં લેવા, તેમની સાથે મારપીટ કરવી અને પ્રદર્શનનાં રિપોર્ટિંગમાં અવરોધવા સંબંધિત મુદ્દા ઉઠેલા છે.કોર્ટમાં એવી દલીલ આપવામાં આવી હતી કે, જે સાત પત્રકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતાં તે સ્થાપિત મીડિયા સંસ્થાઓ સાથે કામ કરતાં હતાં.તે માત્ર રીલ બનાવતા લોકો નહોતા.વકીલે કહ્યું હતું કે, જ્યારે માન્યતા પ્રાપ્ત પત્રકાર ઘટનાનું રિપોર્ટિંગ કરતાં હોય ત્યારે તેમને કસ્ટડીમાં લઈ શકાય? બીજીબુજુ દિલ્હી પોલીસે અગાઉ એવો દાવો કર્યો હતો કે, સોશિયલ મીડિયામાં રીલ બનાવતા લોકો અને ઈન્ફ્લુએન્સર પ્રદર્શનનું રિપોર્ટિંગ કરતાં પત્રકારો સમાન સુરક્ષાનો દાવો કરી શકે નહીં.

Ram Katha

Vyapar Utsav

Panchang