• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

આદિપુરમાં અજાણ્યા વાહનની હડફેટે પગપાળા જતા વૃદ્ધનું મોત

ગાંધીધામ, તા.26 : આદિપુરમાં રામબાગ હોસ્પિટલના પી.એમ.રૂમ સામેના માર્ગ પર પગપાળા જતા રમેશ મૂલચંદ મેઘાની (ઉ.વ.71)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું.આદિપુરના 0pt; line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri; mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">4-એ વિસ્તારમાં રહેનાર રમેશભાઇ કંડલા પોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.નિવૃત્ત જીવન ગાળતા આ વૃદ્ધ સાંજના સમયે આદિપુરના રાધાસ્વામી સત્સંગમાં સેવા કરવા જતા-આવતા હતા.બે દિવસથી ગાડી ખરાબ હોવાથી આ વૃદ્ધ પેસેન્જર છકડામાં બેસીને સેવામાં જતા હતા.ગત તા.24/11ના સાંજે ઘરેથી સેવામાં જવા નીકળ્યા હતા.તેઓ રામબાગના  પી.એમ.રૂમના સામેના માર્ગ ઉપર પહોંચ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેમને પ્રથમ રામબાગ બાદમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.અકસ્માત કરી નાસી જનાર અજાણ્યા વાહનના ચાલક સામે હરેશ મૂલચંદ મેઘાનીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang