લાકડિયા (તા.ભચાઉ), તા.26 : ખેડૂતોની
જમીનમાંથી વીજવાહન કરતા થાંભલાનું નજીવું વળતર આપનારી વીજ કંપનીઓને સાથ આપનાર સરકારી
તંત્રના પરિપત્રોની નિંદા કરતા ગુજરાતના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે ખેડૂતોને
ભરમાવતી બાબતે તંત્ર દ્વારા લોકોને જવાબ આપવા અનુરોધ કર્યો હતો.પાંચ દાયકાથી સમયાંતરે
રાપર મતદાર વિસ્તારમાંથી જુદા-જુદા પક્ષ છતાં વિધાનસભામાં સૌથી વધુ સમયનું પ્રતિનિધિત્વ
ધરાવતા શ્રી શાહે કચ્છના મોટા રણમાં સોલાર ઉત્પાદકો દ્વારા વીજ ઉત્પાદન અન્ય રાજ્યમાં
લઈ જવા 400 કે.વી.ના મહાકાય થાંભલા ઉભા
કરી વીજરેશા દ્વારા વીજ વહન કરવાની વ્યવસ્થા સ્થાપવા ખેડૂતોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
લિમિટેડ વતી રાપર પ્રોજેક્ટના ટીમ લીડર વિજય મહેતાની સહીના પત્રમાં લખાયું છે કે, થાંભલા પૂરતી
0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;
mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:
GU">355.5 અને શેરી ડોર માટે અંદાજિત
11538 ચો.મીટર જેટલી જ જમીનનો વપરાશ
પ્રાપ્ત કરવામાં આવનાર છે.ઉપરાંત તા.5/10/2026ના રાપર તાલુકાના સઈ ગામ ખેડૂત છગનગર ગુંસાઈ પ્રસ્થાપિત વીજલાઈનનું
કામ પૂર્ણ થયેથી ખેતીની કામગીરી કરવામાં મુશ્કેલી આવશે નહીં.તેવી ધરપત અપાઈ છે.તેની
સામે તા.18/11/2026ના અખબારી હેવાલમાં રાજકોટના
ખેડૂત ગાંડાભાઈ વાવડીના (ઉ.71) તથા તેમના
પત્ની કાંતાબેન રાજકોટ આરકોટ વચ્ચેના હાઈ ટેન્શન વાયર પડી જતાં કામ કરતા આ ખેડૂતો જીવતા
બળી મરવાની ઘટનાનો સમાચારને ટાંકીને ઉમેર્યું હતું કે, જોખમી વીજ લાઈન નીચે ખેતી કરવાથી કોઈ જ મુશ્કેલી
નહીં રહે તેવી ભોપા ખેડૂતને ભરમાવતી બાબતે લોકો જવાબ માગતા હોવાનું જણાવ્યું હતું.ખેતીની જમીનના અપૂરતા વળતર બાબાતે તેમણે 2007માં મુંદરાથી હરિયાણા જતી પાવરગ્રીડ કોર્પો દ્વારા રાપર તાલુકાિના
જડુપર ભંગેરાના ખેડૂતોને અસમંજસનો શિકાર બનાવી માત્ર 15 હજાર રૂપિયા વળતર નિયમ અનુસાર
અપાવવા જિલ્લા સંકલન સમિતિની રજૂઆતે 35 હજાર એમ એકલાખના સુધારેલા વળતરથી સંતોષ ન અનુભવી ધારાસભ્ય શ્રી
શાહે તત્કાલિન જિલ્લા કલેકટરને રજૂઆત કરતા કન્સર્ન્ડ વળતર નક્કી થતાં કંપની તરફથી 10 લાખથી 42 લાખનું વળતર ચુકવાયાની બાબત
ટાંકી ખેડૂતોને જમીનનું પુરતું વળતર ચુકવવા માંગ કરી હતી.