• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

સીમાંકન - મહિલા અનામત માટે કેન્દ્રનો દાવ

નવી દિલ્હી, તા.26 : સીમાંકન સાથે જોડાયેલા મહિલા અનામત વિધેયક પર ચર્ચા તેમજ આ ખરડો ગૃહમાં લવાશે, તેવા પ્રબળ બનેલા સંકેત વચ્ચે કેન્દ્રની મોદી સરકારે સંસદના બંને ગૃહનાં સત્ર ફરી બોલાવવાની તૈયારી કરી લીધી છે.સરકારે 30 નવેમ્બરના લોકસભા અને બીજી ડિસેમ્બરના રાજ્યસભાની બેઠક શરૂ કરવાનો પ્રસ્તાવ બંને ગૃહના અધ્યક્ષોને આપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif; mso-ascii-font-family:Calibri;mso-ascii-theme-font:minor-latin;mso-hansi-font-family: Calibri;mso-hansi-theme-font:minor-latin">ડિસેમ્બર પહેલાં સંસદના આગામી સત્રની તૈયારીઓ કરવાની સૂચના આપ્યાના બીજા જ દિવસે આજે ગુરુવારે સરકારે તારીખો જાહેર કરી હતી.કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી.સંસદના બંને ગૃહોની કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ખતમ થઇ શકે છે.સરકારનું કહેવું છે કે, જરૂરી સરકારી કામકાજ પૂરા કરવાના આશય સાથે બંને ગૃહોના સત્ર બોલાવવાનું પગલું લેવાઇ રહ્યું છે.રિજ્જુએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, બંને ગૃહોની બેઠક ત્રીજી ડિસેમ્બરે સમાપ્ત થઇ શકે છે.જો કે, એક શરત બતાવતાં તેમણે કહ્યું હતું કે, બેઠકો બંને ગૃહોની સામે મોજૂદ કામકાજની જરૂરતો અને પરિસ્થિતિઓના આધાર પર સમાપ્ત થશે.મતલબ એ થયો કે, ત્રીજી ડિસેમ્બર સત્રો સમાપ્ત થવાની સંભવિત તારીખ છે.તેને અંતિમ અને નિશ્ચિત તારીખ નથી બતાવાઇ.ચોમાસુ સત્ર 13 ઓગસ્ટના સ્થગિત થયા બાદ 103 દિવસ પછી પણ સત્રાવસાન નથી થયું ત્યારે વિપક્ષ શિયાળુ સત્રમાં વિલંબ સામે સવાલ ઉઠાવી રહ્યો છે.સંસદ મળવાની વાત ચર્ચાય એટલે તરત જ જેનો ઉલ્લેખ રાજકીય પક્ષો કર્યા વિના રહેતા નથી, તેવા સીમાંકન, મહિલા અનામત વિધેયકને પસાર કરાવવા સરકાર કેવી કવાયત કરે છે તેના પર પણ સૌની મીટ છે.આ ખરડો પાર પાડવા બે તૃતીયાંશ અર્થાત્ 361 સાંસદનું સમર્થન જરૂરી છે.સત્તારૂઢ એનડીએ જોડાણ પાસે 320 સાંસદ છે.એપ્રિલમાં વિધેયકને વિઘ્ન નડયા બાદ તૃણમૂલ કોંગ્રેસના 20 અને ઉદ્ધવ જૂથના છ મળી 26 સાંસદ એનડીએ સાથે જોડાઇ ગયા છે.જો કે, તેમ છતાં સરકારને ખરડાની કસોટીમાં સફળતા મેળવવા માટે દ્રમુકના 22, એનસીપી-એસપી (આઠ) જેવા પક્ષોના સમર્થનની જરૂર પડવાની છે.દક્ષિણી રાજ્યોની ચિંતા દૂર કરવા માટે સરકાર લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો કરવાની ફોર્મ્યુલા પર વિચાર કરી રહી છે.મતદારયાદી સુધારણા તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ મુદ્દે વિપક્ષી છાવણી આક્રમક છે, એ જોતાં સંસદના બંને ગૃહમાં સત્રો ભારે હંગામાના સાક્ષી બનવાની સ્વાભાવિક સંભાવના છે.

Ram Katha

Vyapar Utsav

Panchang