• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

વહાણ પર હુમલામાં દાઝેલા બે સાગરખેડુ વતન ફર્યા

માંડવી, તા.26 : ગત માસાંતે સાગરની સફર દરમિયાન ઈરાની હવાઈ હુમલામાં મિસાઈલનો ભોગ બની ખાખ થયેલાં વહાણમાં બૂરી રીતે દાઝીને ઓમાનની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બે સાગર ખેડુઓ સાથે બે બરદાસીઓ આજે માદરે વતન આવી પહોંચ્યા હતા.કચ્છી વહાણ વટી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ કાસમભાઈ જાફરાબાદીએ 14 લાખ કરતાં વધારે રકમનું તબીબી સારવાર બીલ માફ કરાવવા માટે સહાયભૂત થવા બદલ અહીંના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાંસદ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પુરુષોતમભાઈ રુપાલા સાથે મસ્કત સ્થિત મહાદાની ખીમજી પરિવારના શેખ અનિલભાઈ ખીમજી રામદાસનો ઋણ સ્વીકાર કર્યો હતો.મોતના મુખમાંથી ઉગરી ગયેલી જિંદગીઓ બદલ પરિવાર સાથે દરિયા ખેડુઓમાં આનંદ છવાઈ ગયો હતો.29 0pt; line-height:115%;font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">મી ઓકટોબરે ઓમાનના ખસાબ નજીક થયેલા હવાઈ હુમલામાં ભોગ બનેલા એમ.એસ.વી.કુબા એમ.એન.વી.2183 વહાણના સંપૂર્ણ વિનાશ પામ્યું અને કેપ્ટન સહિત 13 ભારતીય ક્રૂ મેમ્બર્સના સુરક્ષિત બચાવી લેવાયા હતા.આ પૈકી ઉક્ત ચારને બાદ કરતાં બાકીનાઓ તાજેતરમાં વતન પરત ફર્યા બાદ ગંભીર ઈજા, દાઝેલા બે અને એમની સાથે સારવારમાં અનિવાર્ય બે મળી એકંદરે ચાર જણ માભોમ આવી પહોંચ્યા હતા.અતિ સંવેદનશીલતા બદલ ભારતના વિદેશ મંત્રાલય, ડાયરેક્ટર જનરલ ઓફ શાપિંગ,ડી.જી.શિપિંગ ( મુંબઈ) ધારાસભ્ય શ્રી દવે, શ્રી રૂપાલા વગેરેને  કમરતોડ તબીબી સારવાર બીલમાં  મદદગાર થવા આજીજી કરનારા કાસમભાઈ જાફરાબાદીએ  સુ સંકલન બદલ સૌ પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો ઉક્ત દુ:ખદ, આઘાત જનક બિહામણી દરિયાઈ દુર્ઘટનામાં વહાણના કેપ્ટન સહિત કુલ 13 ભારતીય ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં મુકાયા હતા.જોકે ઓમાનના સ્થાનિક માછીમારોની સમયસર મળેલી મદદથી તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.હવાઈ હુમલા બાદ વહાણમાં ભયંકર આગ લાગી હતી અને વહાણ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં ઓમાનના સ્થાનિક માછીમારોની સમયસર મદદથી વહાણના કેપ્ટન સહિત તમામ ભારતીય ક્રૂ મેમ્બર્સનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત બન્ને ઘાયલો ઉત્તર પ્રદેશના હોવા છતાં વહાણ માલિક શ્રી કારાણી વાસ્તવિક વાલીપણું નિભાવવા કચ્છ લાવ્યા.આજે સવારે આવશ્યક તબીબી તપાસ પ્રક્રિયા ભુજ ખાતે સંપન્ન કરાવાઈ.હવે અહીંથી તેમના વતનની વાટે મોકલવામાં આવશે તેવું શ્રી જાફરાબાદીએ ઉમેર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang