ભુજ, તા. 16 : લખપત તાલુકાના મુધાનમાં કંપનીના
કોન્ટ્રાક્ટને લઇ થોડા દિવસ પૂર્વે ધાકધમકી થતાં આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી, જેના મનદુ:ખમાં ગઇકાલે શખ્સને માર મારતાં ચાર
સામે ગુનો નોંધાવાયો છે. આ અંગે આજે દયાપર પોલીસ મથકે જાલુભા હઠુભા જાડેજાએ નોંધાવેલી
ફરિયાદ મુજબ તા. 15/4ના રાત્રે
મુધાન સીમમાં આવેલી ભગવતી કંપનીમાંથી ઘરે આવતા હતા ત્યારે ગેટ આગળ ગામના દેવાજી ભુપાજી
જાડેજા તથા વિંજાજી હઠુજી જાડેજાએ બાઇક રસ્તા વચ્ચે રાખી ઊભા રહી રસ્તો રોકતાં તે અંગે
ફરિયાદીએ પૂછતાં દેવાજીએ કહ્યું કે, તમે અમારા ઉપર ફરિયાદ કેમ કરી ?, અમને પૂછયા વગર કંપનીમાં
કામ કેમ કરો છો ? કહી ગાળાગાળી કરી માર માર્યો અને બાઇકથી બીજા
આવેલા સ્વરૂપાજી કરશનજી જાડેજા તથા ભારમલજી મેઘરાજજી જાડેજા હાથમાં ધારિયું લઇ દૂરથી
ગાળાગાળી કરતા હતા. પોલીસની ગાડી આવતી જોઇ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. દયાપર પોલીસે
વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત પોલીસને દેવાજી અને વિંજાજીની બાઇકમાંથી
દેશી દારૂની કોથળી મળતાં પ્રોહિ. સંબંધે અલગથી ગુનો દાખલ કરાયો છે.