ગાંધીધામ, તા. 6 : અંજારમાં યુવાનને વ્યાજે સાડા
આઠ લાખ આપી બાદમાં વધુ રકમની માંગ કરાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
અંજારના રામનગરમાં રહેનાર ફરિયાદી ભુવનેશ તુલસી જોશી ગળપાદર ખાતે કિયાના શોરૂમમાં મેનેજર
તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી 2023માં ફરિયાદીની
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે નગરપાલિકા સામે રહેતા મોહન મેઘજી સંજોટ પાસેથી પહેલાં
પાંચ અને બાદમાં સાડા ત્રણ એમ 3 ટકા લેખે
રૂા. 8.50 લાખ વ્યાજે લીધા હતા. જેના
દર મહિને રૂા. 25,000 આપતો હતો. બાદમાં આરોપીએ ફરિયાદી પાસેથી બેન્કના બે કોરા ચેક મેળવી
લીધા હતા. ફરિયાદીએ રૂા. 10 લાખ ભરી નાખ્યા
બાદ પોતાના કોરા ચેકની માંગ કરતાં આરોપીએ હજુ વ્યાજના પૈસા આવ્યા છે, મૂડીના બાકી છે, તેમ કહી
જાનથી મારી નાખવાની ધમકી આપી કોરા ચેક પરત આપ્યા નહોતા. બનાવ અંગે તા. 5/1ના અરજી કરાયા બાદ આજે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.