ભુજ, તા. 27
: માંડવી બીચ પર બે મહિના અગાઉ એક્ટિવા પાસે ઊભીને જાહેરમાં દારૂ વેચતો વીડિયો સોશિયલ
મીડિયામાં વાયરલ કરનારા મોહનીશ મહેન્દ્ર ઉદાશીને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી
વિગતો મુજબ, પીધેલી હાલતમાં પકડાયેલા આરોપી મોહનીશની પૂછપરછ કરતાં તે અને તેના મિત્રો માંડવી બીચ પર
દારૂ પીવા ગયા હતા ત્યારે સાથે રહેલા તેના મિત્ર કમલસિંહ અજિતસિંહ જાડેજાએ આ વીડિયો
બનાવ્યો હોવાની કેફિયત આપી હતી. આરોપીઓ કોની પાસેથી દારૂ લાવ્યા તે સહિતની તપાસ પોલીસે
હાથ ધરી છે.