ગાંધીધામ, તા. 6 : અંજાર
તાલુકાના સતાપરની સીમમાં વીજ ટાવર ઉપર ચડી વિપુલ જેન્તી નાયકા (ઉ.વ. 20) નામના યુવાને
ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. સતાપરમાં રહેનાર વિપુલ નાયકા નામના યુવાને ગઈકાલે અંતિમ
પગલું ભરી લીધું હતું. ગામની સીમમાં આવેલા વીજ ટાવર નંબર 246 ઉપર આ યુવાન ચડી ગયો હતો.
જ્યાં તેણે લુંગી બાંધી આ લુંગી વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
તેણે કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે.