ગાંધીધામ, તા. 18 : આદિપુરના યુવાનના આપઘાત પ્રકરણે
પોલીસે અગાઉ ચાર આરોપીની અટક કર્યા બાદ વધુ બે આરોપીઓને પકડી પાડતા આ આંકડો છ એ પહોંચ્યો
હતો. આદિપુરમાં રહેતા દીપેશ ત્રિવેદી આત્મહત્યા પ્રકરણે પોલીસે અગાઉ જુદી-જુદી જગ્યાએથી
ચાર આરોપીઓને પકડી પાડયા ઈહતા. 18 પૈકી આ ચાર
ઝડપાયા બાદ આજે રાજકોટના રૂપેશ કેશવ વઢિયારી તથા આદિપુરના કલ્પેશ મુળજી ઠક્કર નામના
શખ્સોને પકડી પાડયા હોવાની પ્રેસયાદી પોલીસે જાહેર કરી હતી. 18 પૈકી છ પકડાયા છે જ્યારે અન્યોને
પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.