• ગુરુવાર, 19 માર્ચ, 2026

ભુજમાં લોહાણા જ્ઞાતિની ક્રિકેટ સ્પર્ધા યોજાઇ

ભુજ, તા. 18 : ભુજ લોહાણા મહાજન આયોજીત શેઠ રસીકલાલ કરશનદાસ કતીરા મેમોરિયલ કપ 2026ની ફાઇનલ મેચમાં બે યાર લિજન્ડ્સ ટીમનો વિજય થયો હતો, જ્યારે કતીરા નાઇટ રાઇડર્સ ટીમ રનર્સઅપની હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ભુજ લોહાણા યુવા મંડળ આયોજીત સ્પર્ધાની આ ફાઇનલ મેચમાં મુખ્ય દાતા પરિવારના જીમી કતિરા તથા ભુજ લોહાણા મહાજન ઉપપ્રમુખ હરેશ કતીરા તેમજ સહયોગી દાતા મિતેશ પવાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી. ટોસ ટીમ ઝીરોના મિતેશ પવાણીના હસ્તે થયો  હતો. ભુજ લોહાણા મહાજન પ્રમુખ મુકેશ ચંદે તેમજ મંત્રી કમલ કારિયાએ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. મહાજનના ખજાનચી હિતેશ ઠક્કર, સહમંત્રી ડો. પ્રફુલ્લાબેન ભીંડે તેમજ અલ્પેશ ચંદે, મુંબઇ લોહાણા મહાજનના પ્રમુખ નીતિન પાંધી, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ અને શૌર્ય સ્ટ્રાઇકરના ઓનર મીત ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજુ પલણ, એલઇડી ક્રીનના દાતા તરીકે જયેશ સચદે, હરેશ તન્ના, કમલભાઇ, હર્ષદ ભીંડે, અમીત ચંદે, જીગર રાજદે, મેન ઓફ ધ મેચના દાતા ભરત આથા, સેકન્ડ મેન ઓફ ધ મેચના દાતા ધીરજલાલ એમ. રતાણી, ઇમ્પેક્ટ પ્લેયરના દાતા લખનભાઇ ઠક્કર, સહયોગી દાતા સુરેશ એમ. ઠક્કર, ધીરેન બી. ઠક્કર, રાજેશ ચંદન, દીપક ઠક્કર (શક્તિ), હર્ષદ ઠક્કર (હકી), ચેતન બારૂ, જયસુખ માણેક, ગૌતમ શેઠિયા, ભાવેશ આઇયા, નરેશ સોમૈયા, વિષ્ણુ કેસરિયા, શશી કેસરિયા, અખિલ કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાએ સહયોગ આપ્યો હતો. બ્રોડકાસ્ટીંગ પાર્ટનર તરીકે ઉષા ગ્રુપ છે. ઇનામની રકમ સમાજની દિકરીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ટીમોના ઓનર્સ મયંક રૂપારેલ, ધવલભાઇ, માહિમ ઠક્કર, અંકુર ઠક્કર, વ્યોમ કારીઆ, અમિત ઠક્કર, દિલીપ મજેઠિયા, ડો. લવ કતીરા, રાજ કતીરા, સંજય પવાણી, હિરેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ ઠક્કર વિનિત ઠક્કર, બેસ્ટ બેટ્સમેન દર્શન ઠક્કર, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જગદીશ ઠક્કર, બેસ્ટ બોલર અભય ઠક્કરફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ વિનીત ઠક્કર રહ્યા હતા. રનર્સઅપ ટીમને તેમજ અમ્પાયર તરીકે ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, મહિપતસિંહ જાડેજાએ સેવા આપી હતી. યુવા મંડળના પ્રમુખ નીલ સચદેની આગેવાનીમાં ઉપપ્રમુખ નમન ઠક્કર, વરૂણ ઠક્કર, હાર્દિક તન્ના, પીયુષ ઠક્કર, જય કોટક, ધ્વનીત ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અંકિત રાયમંગ્યાએ કર્યું હતું. 

Panchang

dd