• ગુરુવાર, 19 માર્ચ, 2026

ભચાઉ નગરપાલિકા દ્વારા 40 દબાણો દૂર

ભચાઉ, તા. 18 : એક સપ્તાહ પૂર્વે પ્રાંત કચેરી ખાતે મળેલી બેઠકમાં નગરના નડતર રૂપ અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટેનો નિર્ણય લેવાય બાદ આજે નગર પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નવા બસ સ્ટેશનથી નગરપાલિકા પાસે અને કન્યા વિદ્યાલય સુધી ચાલીસ જેટલા દબાણો દૂર કરાયાં હતાં. આ દબાણો માં કેબિન, લારી ગલ્લા, છાપરા-હોર્ડિંગને પણ ખસેડાયા હતા. આગામી દિવસોમાં આ ઝુંબેશ સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવા આગળ ધપશે. વર્તમાન તહેવારોને લઈને પોલીસ સુરક્ષામાં રોકાયેલી હોવાથી થોડા દિવસ બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.ડી. ઝાલા, પી.આઇ. ડી.બી. ઝાલા અને સુધરાઇ ઇજનેર એસ.ડી. ઝાલા, પોલીસ જવાનો સુધરાઇ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ જવાનો હાજર રહ્યા હતા. સમાંતર ભૂકંપ બાદ બાવીસ, ત્રેવીસ વર્ષથી જૂની કોર્ટ આગળ લારી પર પેટિયું રડતા શ્રમજીવીની પાંચ દીકરી છે. બીમાર પત્નીને નિરંતર દવાખાને લઇ જવી પડે છે. આ પરિસ્થિતિ વચ્ચે આજે લારી ઉપાડતાં વ્યથિત થયો હતો. કોંગી આગેવાનોએ ગરીબો વતી વીડિયો વાયરલ કરી નાનાં દબાણ હટે છે, મોટાં અતિક્રમણ ઉપર કેમ કાર્યવાહી થતી નથી એવી વાત વહેતી કરી હતી. 

Panchang

dd