• ગુરુવાર, 19 માર્ચ, 2026

નેશન કપમાં સેનેગલના બદલે મોરક્કો વિજેતા જાહેર

નવી દિલ્હી, તા. 18 : આફ્રિકી ફૂટબોલમાં મોટો વિવાદ સામે આવ્યો છે. કન્ફેડરેશન ઓફ આફ્રિકીન ફૂટબોલ (સીએએફ)એ આફ્રિકન કપ ઓફ નેશન-2026 ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલાનું પરિણામ પલટાવીને હવે મોરક્કો ટીમને ચેમ્પિયન જાહેર કરી છે. આથી સેનેગલ ટીમનો ખિતાબ છીનવાયો છે. ફાઇનલમાં સેનેગલની 1-0 ગોલની જીત પલટાવીને મોરક્કોના પક્ષમાં 3-0 ગોલ કરવામાં આવી છે. સીએએફ અપીલ કમિટિએ કહ્યું છે કે, સેનેગલ ટીમે મેદાન છોડવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ અનુસાર મંજૂરી વિના મેદાન છોડનાર ટીમને પરાજિત માનવામાં આવે છે. આ આધારે ફાઇનલ મેચનું પરિણામ બદલાવીને મોરક્કોને 3-0થી વિજેતા ઘોષિત કરાયું છે. આથી મોરક્કોએ પ0 વર્ષ પછી તેનો બીજો આફ્રિકી કપ જીત્યો છે. આ મામલે સેનેગલ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરશે. આ ફાઇનલ મેચ 18 જાન્યુઆરીએ રબાત ખાતે રમાઇ હતી. જેમાં સ્ટોપેજ ટાઇમ પર વિવાદ થયો હતો અને સેનેગલ ટીમ 20 મિનિટ સુધી મેદાન બહાર નીકળી ગઈ હતી. બાદમાં મેચ રમાઇ હતી અને 94મી મિનિટે પાપા ગુયે ગોલ કરી સેનેગલને જીત અપાવી હતી. 

Panchang

dd