ભીરંડિયારા (તા. ભુજ), તા. 18 : છેલ્લા કેટલાક
સમયથી બન્ની વિસ્તારમાં જંગલી ભુંડને કારણે પશુધન શિકાર બન્યું હતું, અનેક લોકોને ઇજા પહોંચાડવાના બનાવો બની રહ્યા
છે. બન્નીના વડ ગામે વયોવૃદ્ધ હાલેપોત્રા જુસબ જામીન પર સવારે જંગલી ભુંડે અચાનક જીવલેણ
હુમલો કરતાં પગના ભાગમાં બચકું ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા અને શરીરના અન્ય ભાગોમાં
પણ ઇજા પહોંચાડી હતી. આવા ગંભીર બનાવને પગલે માલધારીઓ દ્વારા સ્વરક્ષણ હેતુ બંદૂકના
લાયસન્સ માટે પોલીસ સમક્ષ રજૂઆત કરાઇ હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. અગાઉ 10 વર્ષમાં આવો જીવલેણ હુમલો થયો
ન હોવાનું પોલીસ તંત્રે જણાવ્યું હતું.