ગાંધીધામ, તા. 18 : રાપરનાં મેવાસા ખાતે સમાજની
બેઠકમાં ગયેલા યુવાનને તતને સમાજમાંથી બહિષ્કાર કર્યો છે કેમ આવ્યો છે કહી ચાર શખ્સોએ માર માર્યો હતો. રાપરના
બાદરગઢમાં રહી રાપર સલારી નાકા ખાતે રેઇના કુલકેપ નામની દુકાન ચલાવનાર રમેશ રાજા ગામી
(પટેલ) સાથે તા. 16-3નાં બપોરે
બનાવ બન્યો હતો. લેવા પટેલ સમાજની ખાય પંચાયતના 72 ગામો પૈકી 19 ગામના સમાજની બેઠક મેવાસા દુધેશ્વરી માતાના મંદિરે મળી હતી.
જેમાં 200 જેટલા લોકો હતા ફરિયાદી યુવાન
પોતાની કાર લઇને આ બેઠકમાં ગયો હતો તે બેઠકમાં બેસતા વેલજી વિસા મિણાને આવીને તેની
સાથે ઝઘડો કરી તમોને સમાજમાંથી બહિષ્કાર કર્યો છે
કેમ આવ્યો છે બાદમાં સવજી અબદા ભ્રાસઠીયા,
પુંજા ગોવા ભ્રાસડિયા, સવજી ગોવા ભ્રાસડિયા આવી
આ યુવાનને માર માર્યો હતો. આ શખ્સો બાદમાં યુવાનને મારવા તેની પાછળ દોડયા હતા. ધોરીમાર્ગ
સુધી પહોંચી યુવાને 108 બોલાવી સારવાર
અર્થે ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.