ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના માનકૂવામાં થયેલી
ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે તસ્કરને ઝડપી પાડી ચોરાઉ મુદ્દામાલ કબજે
કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી
મળતી વિગતો મુજબ માનકૂવામાં ઘરના દરવાજાના
નકુચા તોડી રોકડા રૂા. ચાર લાખની ચોરી કરાઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી હતી. ચોરી આ બનાવમાં વિનોદ વેલજી સીજુએ કરી
હોવાની પોલીસને બાતમી મળી હતી. આરોપીને ગામના જ વથાણ ચોકમાંથી ઝડપી પાડયો હતો.
આરોપી પાસેથી ચોરાયેલી રકમ પૈકી 2.51 લાખ કબજે
કરાયા હતા. આરોપી સામે વિવિધ પોલીસ મથકોએ 12 જેટલા ગુના નોંધાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.